ન્યૂઝ, સોશ્યિલ મીડિયા, ગવર્મેન્ટ જાગૃતિ પ્રોગ્રામની મદદથી આપણે ઘણું બધું જાણીયે છીએ ત્યારે જેમને ડાયાબિટીસ છે તેવા લોકો ને પ્રશ્ન થાય છે કે જેમને ડાયાબિટીસ, હાયપરટેન્શન, હાર્ટની બીમારી છે અનેજેમની ઉમર વધારે છે એમના માં મૃત્યુ દર વધારે છે તો જેમને ડાયાબિટીસ છે એમને કોરોના વાયરસથી બચવા શું કરવું અને જો કોઈને કોરોના વાયરસનું ઇન્ફેકશન લાગે તો શું થઈ શકે ?
હા, એ વાત સાચી છે કે જેમને ડાયાબિટીસ છે તેમને કોરોના થવાની શક્યતા વધારે છે અને જો કોઈને ઇન્ફેકશન લાગે તો તેવા લોકો માં કોમ્પ્લિકેશન બીજા લોકો એટલે કે જેમને ડાયાબિટીસ નથી એમના થી વધારે થઈ શકે છે અને આમ થવાનું કારણ જેમને ડાયાબિટીસ છે તેમને કોઈપણ ઇન્ફેકશન જલ્દીથી લાગી શકે છે એટલે આ પણ એક વાયરલ ઇન્ફેકશન હોવાથી જલ્દી થી લાગી શકે છે. પરંતુ સારી વાત એ છે કે જો તમારું ડાયાબિટીસ કંટ્રોલ માં હશે એટલે કે છેલ્લા ૩ મહિના ની એવરેજ બ્લડ સુગર નો રિપોર્ટ, જેને HBA1C ટેસ્ટ કહેવામાં આવે છે, એ રિપોર્ટ ૭ કે તેનાથી નીચે હશે તો તેમને ઇન્ફેકશન લાગવાની શક્યતા એટલી જ રહેશે જેટલી નોર્મલ માણસ ને ઇન્ફેકશન લાગવાની શક્યતા હોય.
એટલા માટે ખાસ તમારું ડાયાબિટીસ કંટ્રોલ માં રહે તેનું ધ્યાન રાખો અને બીજી સાવચેતીઓ જેવી કે સાબુ અને પાણી થી હાથ ધોવા, આંખ નાક અને મોં ને વારંવારં હાથ ના લગાવવા, છીંકતી વખતે કે ખાંસી આવે ત્યારે હાથ આડો રાખવો, બને ત્યાં સુધી ઘરમાં જ રેહવું, કામ વગર બહાર જવાનું ટાળવું, જ્યાં ભીડ હોય કે જે લોકો બીમાર હોય તેમના થી અંતર બનાવી ને રાખવું, ઘરે યોગા અને કસરત કરવી વગેરે જે સામાન્ય લોકો ને પણ ધ્યાન રાખવાનું હોય છે એ બધી બાબતો નું ધ્યાન તો રાખી કોરોના થી બચી શકાય છે.
એટલા માટે ડરવાની કે ચિંતા કરવાની જરૂર નથી. મોટા ભાગના કેસ માં ઇન્ફેકશન સામાન્ય હોય છે થોડા જ કિસ્સા માં કોમ્પ્લિકેશન થાય છે એટલે જો તમારું ડાયાબિટીસ કંટ્રોલ માં હશે અને સાવચેતી રાખવામાં આવે તો કોરોના વાયરસ નું ઇન્ફેકશન લગતા અટકાવી શકાય છે.
Leave a comment